Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિટેલ ફાઇનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) વેરિટાસ ફાઇનાન્સે તેની ₹2800 કરોડની IPO યોજના હાલ પૂરતી મુલતવી રાખી છે. મનીકંટ્રોલના અહેવાલો અનુસાર, યુએસ ટેરિફને કારણે નિકાસ-કેન્દ્રિત MSMEsને અસર થવાની સંભાવનાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.

અમેરિકાએ ભારતીય માલ પર 25% ટેરિફ લાદ્યો હતો, પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25%નો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો. આનો અર્થ એ થયો કે હવે ભારતીય માલ પર 50% ટેરિફ છે. 25%નો વધારાનો ટેરિફ 27 ઓગસ્ટના રોજ સવારે 9.31 વાગ્યાથી અમલમાં આવશે. 25%નો પારસ્પરિક ટેરિફ 1 ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય માલ પર 50% ટેરિફને કારણે MSME માટે વાતાવરણ નકારાત્મક બન્યું છે. કારણ કે તેઓ મોટાભાગે નિકાસ પર નિર્ભર છે. ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જે ટેરિફથી ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે જેમ કે કાપડ, રત્નો અને ઝવેરાત, ઓટો ઘટકો, રસાયણો અને સીફૂડ ક્ષેત્ર.

રેટિંગ એજન્સી ક્રિસિલે તેના રિપોર્ટમાં કહ્યું હતું કે યુએસ ટેરિફની સૌથી મોટી અસર કાપડ, રત્નો અને ઝવેરાત અને સીફૂડ ઉદ્યોગો પર પડશે. અમેરિકામાં ભારતીય નિકાસમાં આનો હિસ્સો 25% છે. આ ક્ષેત્રોમાં MSMEનો હિસ્સો 70%થી વધુ છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર, આ બધા ઉપરાંત, કેમિકલ ક્ષેત્રને પણ અસર થવાની સંભાવના છે.