Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભૂકંપ પછી અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે વિશ્વભરમાંથી મદદ માગી છે. આ પછી ભારત, ચીન અને બ્રિટને અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય મોકલી છે. રવિવારે રાત્રે અફઘાનિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 900થી વધુ લોકો માર્યા ગયા અને 3,000થી વધુ ઘાયલ થયા.

મંગળવારે બ્રિટને ભૂકંપથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટે 1 મિલિયન પાઉન્ડ (રૂ. 10 કરોડ)ના કટોકટી ભંડોળની જાહેરાત કરી.

રોઇટર્સના અહેવાલ મુજબ ચીને અફઘાનિસ્તાનને મદદ કરવાની પણ વાત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનને તેની જરૂરિયાતો અને ક્ષમતાઓ અનુસાર મદદ કરશે.