અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વણસી છે. ભૂખમરાની એવી પરિસ્થિતિ છે કે લોકો પોતાના છોકરાઓને ઊંઘની ગોળી આપીને સુવડાવે છે. કેટલાક લોકો ખાવા માટે પોતાની દીકરી અને કિડની પણ વેચી રહ્યા છે. આનું કારણ તાલિબાન સરકાર પોતાના જ લોકોની અવગણના કરી રહ્યું છે. ગયા વર્ષે કબજો કર્યા પછી વિદેશી મદદ નથી મળી.
અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતની બહાર માટીના ઘરોમાં હજારો લોકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં રહેતા અબ્દુલ વહાબ કહે છે કે મહિનામાં મોટા ભાગના દિવસોમાં પરિવાર એક સમયનું જમવાનું પણ મેનેજ કરી શકતો નથી. અમારા બાળકો ભૂખથી રડે છે અને રાત્રે સૂઈ શકતા નથી. આ કારણોસર, તે ફાર્મસીમાંથી ઊંઘની દવા લાવે છે. ત્યાં રહેતા લગભગ મોટાભાગના લોકો આવું કરે છે.
એક અન્ય વ્યક્તિ ગુલાન હઝરતનું કહેવું છે કે, તેઓ મજબૂરીમાં પોતાના એક વર્ષના બાળકને પણ ઊંઘની ગોળી આપે છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે, ડિપ્રેશનના ઈલાજમાં આ ગોળીઓને દર્દીઓને સુવડાવવા માટે ઉપયોગ કરે છે, તેના નિયમિત ઉપયોગની મંજૂરી નથી આપી શકતા.
ક્યારેક જ આ ગોળીના ઉપયોગને મંજૂરી આપવામાં આવે છે. આનું કારણ એ છે કે વધુ પડતા ઉપયોગથી લિવર ખરાબ થઈ શકે છે.