ભારત વાયુ ગુણવત્તાની વધતી સમસ્યા સામે તેના સંઘર્ષમાં મહત્ત્વપૂર્ણ તબક્કામાં છે. વાયુ પ્રદૂષણ રોજ 5 વર્ષથી ઓછી ઉંમરના 464 બાળકોનો ભોગ લે છે. તે સાઈલન્ટ કિલર છે, જે તમાકુ અને ડાયાબીટીસથી થતાં મૃત્યુ કરતાં પણ વધુ ભોગ લે છે, જેથી 2047 સુધી વિકસિત અર્થવ્યવસ્થા બનવાની ભારતની આકાંક્ષાને પાટા પરથી ઉતારી લેવાની ખતરો ધરાવે છે. તેવો નિર્દેશ બાકુ અઝરબૈજાનમાં કોપ29નો આરંભ થયો તેમાં દર્શાવાયું હતું. આ કટોકટી માટે મુખ્ય કારણ વાહન દ્વારા પેદા થતું ઉત્સર્જન છે. દુનિયા સક્ષમ મોબિલિટી તરફ આગળ વધી રહી છે ત્યારે ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી) મહત્ત્વપૂર્ણ સમાધાન તરીકે ઊભરી આવ્યો છે. નોર્વે, ચીન, જર્મની જેવા દેશોએ ઈવી અપનાવી લીધું છે અને આપણા પાડોશી નેપાળે પણ મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ભારતમાં પણ ઈવી મૂલ્ય સતર્ક ખરીદદારો દ્વારા ઝડપથી અપનાવવામાં આવી રહી છે.
ગુજરાતની ક્ષિતિજ ઝડપથી બદલાઈ રહી છે. ઈવી ચાર્જિંગ સ્ટેશનો હવે સામાન્ય બની ગયાં છે, જે ઉચ્ચ માગણી અને સરકાર દ્વારા મજબૂત ટેકાને આભારી છે. 2023માં ઈવીનું રાજ્યમાં વેચાણ ગત વર્ષની તુલનામાં 28 ટકાથી વધ્યું હતું, જેમાં 88,619 વાહનો વેચાયાં હતાં, જે 2021થી અધધધ 714 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.