મુંબઈમાં મુલુંડના ઈસ્ટના નાનાપાડા વિસ્તારમાં મોતીછાયા ઈમારતના ઘરનો સ્લેબ તૂટી પડતાં આ દુર્ઘટનામાં વૃદ્ધ દંપતીનું મોત થયું હતું. આ ઈમારતમાં બે પરિવાર રહેતા હતા. આ ઈમારત ભોંતળિયું વત્તા બે માળની હતી. ખાસ વાત એ છે કે આ ઈમારતને મહાપાલિકા દ્વારા જોખમી જાહેર કરવામાં આવી હતી. આમ છતાં આ ઈમારતમાં કેટલાક પરિવારો રહેતા હતા. આ દુર્ઘટના બાદ તમામ પરિવારોને આ ઈમારતમાંથી ખસેડવામાં આવ્યા છે.આ ઈમારતને જોખમી જાહેર કરવામાં આવી હોવા છતાં તેમાં બે પરિવારો રહેતા હતા.
આ અકસ્માતમાં ઈમારતમાં રહેતા દંપતી દેવશંકર શુક્લા (93) અને આરખી શુક્લા (87)નું મૃત્યુ થયું હતું. આ ઘટના સોમવારે રાત્રે બની હતી, જે બાદ ઇમારતમાં રહેતા તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની માહિતી મળતાં જ મુંબઈ મહાપાલિકાની ટીમ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અનેક નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક વૃદ્ધ દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી.