ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ગાંધીચોકમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં મુખ્ય મહેમાન તરીકે સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યાં હતા. ઊંઝા વિધાનસભાના અગ્રણી નેતાઓ હાજર રહ્યાં હતા અને સ્થાનિક જનતાનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ જંગીસભામાં લગભગ પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા અને અરવિંદ પટેલને જંગી મતોથી જીતાડવા માટે વિશ્વાસ આપ્યો હતો.
ઊંઝા વિધાનસભામાં સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, અરવિંદ પટેલને જીતાડી ઊંઝામાં ધારાસભ્ય બનાવો જનતાનું કામ 108 ની માફક કરશે. વધુમાં સિદ્ધાર્થ પટેલ ભાજપના ઉમેદવાર કે.કે પટેલ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આ ભાજપના શાશનમાં ફક્ત પાર્ટીનો અને ભાજપના નેતાઓનો વિકાસ થયો છે અને ભાજપના કે.કે.પટેલ આયાતી ઉમેદવાર તરીકે જણાય છે. કોઈ સ્થાનિક લોકોના પરિચયમાં પણ નથી. જેને લઈને સ્થાનિક જનતા ભાજપના કે.કે પટેલને જાકારો આપી શકે છે. આ કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ મોંઘવારીના મુદ્દે અને રોજગારીના મુદ્દે જેવા અનેક પ્રશ્નો બાબતે સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને સ્થાનિક લોકોએ પરિવર્તન કરવા હાકલ કરી છે.