ક્રિપ્ટો કરન્સીમાં આક્રમક તેજી જોવા મળી છે. બિટકોઇન ઝડપી 6-7 ટકા ઉછળી 45000 ડોલરની સપાટી કુદાવી 45216 ડોલર ક્વોટ થઇ રહ્યું છે જ્યારે ઇથેરિયમ પાંચ ટકા વધી 2405 ડોલર, બિનાન્સ 320 ડોલર તથા સોલાના 114 ડોલર ક્વોટ થઇ રહ્યો છે. ક્રિપ્ટો માર્કેટ નવેમ્બર, 2021માં સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 2023ની શરૂઆત નકારાત્મક રહી હતી. પરંતુ 2023ના અંતમાં ફરી તેજીની રફતાર પકડી છે. બિટકોઈન 2023માં 154.81 ટકા ઉછળ્યો હતો.
બિટકોઈનમાં તેજીનું કારણ સ્પોટ બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) રજૂ કરવાની ચર્ચાને કારણે જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતથી બિટકોઇનમાં 20% થી વધુનો વધારો થયો છે. અમેરિકાના કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (SEC) એ 10 જાન્યુઆરી સુધીમાં Ark/21 Shares ETFને મંજૂર આપવાની છે અથવા નકારી કાઢવી પડશે. 2024 ક્રિપ્ટો માર્કેટ માટે શુકનવંતુ રહેવાનો આશાવાદ છે જેનું મુખ્ય કારણ દર ચાર વર્ષે ક્રિપ્ટો માર્કેટમાં તેજી જોવા મળી છે. 2017, 2021 બાદ હવે 2024ના અંત સુધીમાં બિટકોઈન, ઈથેરિયમ, સોલાના સહિતના ક્રિપ્ટો કરન્સી ઓલટાઈમ હાઈ લેવલે પહોંચવાની શક્યતા છે