પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર હુમલા બાદ ઇસ્લામાબાદ શહેરમાં લોકડાઉન લાગુ કરાયું છે. સ્કૂલ અને મદરેસા બંધ કરાયા છે. દરમિયાન, ગુરુવારે શરૂ થયેલો દેખાવો બીજે દિવસે ઉગ્ર બન્યા હતા. પીટીઆઇ સમર્થકોએ અનેક શહેરોમાં આગ લગાડી હતી. જ્યારે સામાન્ય જનતાએ સૈન્યના ઠેકાણાં તેમજ વાહનો પર પણ હુમલો કર્યો હતો.
પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર ISI ચીફની વિરુદ્વ દેખાવો થઇ રહ્યા છે. બીજી તરફ, શુક્રવારે સાંજે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે, મને હુમલા અંગે પહેલાથી જ જાણ હતી. તેઓ ઇચ્છે છે કે મને અયોગ્ય કરાર અપાય.