ચીનમાં પ્રમુખ શી જિનપિંગની ઝીરો કોવિડ નીતિ વિરુદ્ધ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. સતત બીજી રાતે બેજિંગ, શાંઘાઈ અને વુહાન સહિત અનેક મોટાં શહેરોમાં દેખાવો કરાયા હતા. દેખાવોને કચડી નાખવા સરકારે પણ દમન શરૂ કરી દીધું. દેખાવકારોની ધરપકડ તેજ કરી દેવાઈ. ઉત્પીડન, મારપીટથી લઈને ફાયરિંગ પણ કરાયું. સોશિયલ મીડિયા પર નિરીક્ષણ વધારી દેવાયું છે.
નિષ્ણાતો કહે છે કે તાજેતરના દેખાવો 1989માં બેજિંગના થિયાનમેન ચોક વિદ્યાર્થી આંદોલન બાદ સૌથી મોટાં આંદોલનમાં રૂપાંતરિત થતું જઈ રહ્યું છે. હવે જે દેખાવો કરી રહ્યા છે તેમાં મોટા ભાગે 20-30 વર્ષના યુવાઓ છે. રાજધાની બેજિંગના કાશ્ગર વિસ્તારમાં પણ 400 યુવા એકઠા થયા હતા. ત્યાંથી લઈને શાંઘાઈ જેવાં મોટાં શહેરોમાં પણ લોકો માર્ગો પર ઊતર્યા હતા.