Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કેનેડાએ ટેનિસના વર્લ્ડ કપ ગણાતા ડેવિસ કપનું ચેમ્પિયન બની ગયું છે. સ્પેનના મલાગામાં રમાયેલી ફાઈનલમાં 28 વખત ચેમ્પિયનની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું.


121 વર્ષ જુની આ ટૂર્નામેન્ટને કેનેડાએ પહેલીવાર જીત્યું છે. કેનેડાની ટીમ આ ટૂર્નામેન્ટમાં 109 વર્ષથી રમી રહી છે. કેનેડાની ટીમ 2019ના સિઝનમાં રનરઅપ રહી હતી. ત્યારે રાફેલ નાડાલની ટીમ સ્પને તેમને હરાવ્યું હતું.

ડેવિસ કપમાં કેનેડાનું અત્યારસુધીનું પ્રદર્શન કેવું રહ્યું અને સાથે જ ટૂર્નામેન્ટનો ઈતિહાસ અને આમાં ભારતની સ્થિતિ શું હશે, તે જોઈશું...

રવિવારે ડેનિસ શાપાવાલોવ અને ફેલિક્સ ઑગર એલિસમિએ જીત અપાવીને કેનેડાએ ઓસ્ટ્રેલિયાને 2-0થી હરાવ્યું હતું. ઑગર એલિસમિએ એલેક્સ ડિ મિનૉરને 6-3,6-4થી હરાવીને કેનેડાએ ખિતાબ જીતી ગયું હતું. આની પહેલા શાપાવાલોવે થાનાસી કોકિનાકિસને 6-2,6-4થી હરાવીને કેનેડાને 1-0ની લીડ અપાવી હતી.

છઠ્ઠો રેન્ક ધરાવતા ખેલાડી ફેલિક્સે બીજા સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડિ મિનૉરને 6-3,6-4થી હરાવ્યું હતું. ફેલિક્સે મેચમાં 16 વિનર્સ લગાવ્યા હતા. એલેક્સે પાંચ વિનર્સ જ લગાવ્યા હતા.