Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

SEVEN OF CUPS

તમારો નિશ્ચય તમારા મનમાં મક્કમ હોવા છતાં, તમે હજી પણ થોડો ડર અનુભવશો કારણ કે, વર્તમાન પરિસ્થિતિ તમારા વિચારોથી તદ્દન અલગ છે. આજે નક્કી કરેલા કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર છે. મોટા લક્ષ્‍યાંકને હાંસલ કરવા માટે કેવી રીતે આયોજન કરવું તે હજુ સ્પષ્ટ થવાનું છે. તેથી, તમારા પર દબાણ ન કરો અને ફક્ત તમારી સામે રહેલી જવાબદારીઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા રહો.

કરિયરઃ- તમે કાર્ય સંબંધિત મોટી જવાબદારીઓને સક્ષમ રીતે નિભાવશો, જેના કારણે તમારા માટે આગળના લક્ષ્ય સંબંધિત મુદ્દાઓને ઉકેલવામાં સરળતા રહેશે.

લવઃ- સંબંધોમાં બદલાવ આવવામાં સમય લાગશે. તમારા જીવનસાથી પાસેથી અત્યારે કંઈપણ અપેક્ષા ન રાખો.

સ્વાસ્થ્ય: ઊંઘ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે યોગ પર ધ્યાન આપવું જરૂરી રહેશે.

લકી કલર: લાલ

લકી નંબરઃ 3

***

વૃષભ

QUEEN OF WANDS

તમારા મનની કોઈ વાત કોઈની સામે જણાવતાં પહેલા ફરીથી વિચાર કરવાની જરૂર પડશે. હાલમાં દરેક તમારી વાત પર ટિપ્પણી કરતા જોવા મળે છે, જેના કારણે બિનજરૂરી વિવાદો થઈ શકે છે. જો તમારા દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે તો તેને અમલમાં મૂકવાનો પ્રયાસ કરતા રહો. પરિવારમાંથી કોઈ વ્યક્તિ દ્વારા તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ થઈ શકે છે. તમને દિવસના અંત સુધીમાં વ્યક્તિના ઇરાદા વિશે માહિતી મળશે.

કરિયરઃ- મહિલાઓ માટે કામ પ્રત્યે સમર્પણ વધારવું જરૂરી રહેશે. કામ સાથે જોડાયેલ મહત્ત્વનો સમય શરૂ થઈ રહ્યો છે.

પ્રેમ:તમારા સંબંધોને વધુ સારા બનાવવા માટે, તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર પડશે.

લકી કલર: નારંગી

લકી નંબરઃ 6

***

મિથુન

TWO OF SWORDS

જ્યાં સુધી મનમાં સર્જાયેલી દ્વિધા દૂર ન થાય ત્યાં સુધી પોતાના વિચારો અને નિર્ણયો પર કામ કરવાથી દૂર રહેવું જરૂરી રહેશે. પરિવારના કેટલાક સભ્યો તમારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે. જો કોઈ વસ્તુ અપનાવવાથી અંગત નુકસાન ન થઈ રહ્યું હોય તો તેના પર જ ધ્યાન આપો, નહીં તો અંગત બાબતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. હાલમાં, તમે કુટુંબ સંબંધિત કોઈપણ જવાબદારીઓને નિભાવવામાં માનસિક રીતે નબળાઈ અનુભવ કરશો. તમારે તમારી જાતને થોડો સમય આપવો પડશે.

કરિયરઃ- બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કામ સંબંધિત તણાવ વધુ રહેશે.

લવઃ- રિલેશનશીપ ઠીક છે પરંતુ આ સંબંધ તમારા માટે કેમ મહત્ત્વપૂર્ણ છે તે ધ્યાનમાં લો.

સ્વાસ્થ્યઃ- લો બીપી અને શુગરને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે.

લકી કલર: લીલો

લકી નંબરઃ 1

***

કર્ક

KNIGHT OF SWORDS

કોઈપણ બાબતમાં ઉતાવળ કર્યા વિના, પરિસ્થિતિ બદલાઈ રહી હોવાથી તમારામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા રહો. હાલમાં ઘણા લોકો સાથેના સંબંધો બદલાતા જોવા મળશે. પરંતુ આ પરિવર્તન સકારાત્મક છે કે નકારાત્મક તે તો સમય સાથે જ ખબર પડશે, તેથી તરત જ કોઈ પણ પ્રકારનું અનુમાન લગાવવાની ભૂલ ન કરો.

લાગણીઓ તમને કેવી રીતે અસર કરી રહી છે તેના પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ રહેશે.

કરિયરઃ- તમને મળેલી કાર્ય-સંબંધિત જવાબદારીઓ પર જ ધ્યાન આપો, નવું કાર્ય શરૂ કરવા માટે તમારે વધુ માહિતી મેળવવાના પ્રયત્નો વધારવું પડશે.

લવઃ- સંબંધો સારા રહેશે. તમારા જીવનસાથીની જરૂરિયાતો પર ધ્યાન આપતા રહો.

સ્વાસ્થ્યઃ- ઊંઘ સંબંધિત સમસ્યાઓ દૂર થવાને કારણે સ્વાસ્થ્યમાં સુધારો થશે.

લકી કલર: વાદળી

લકી નંબરઃ 2

***

સિંહ

TEN OF WANDS

દસ્તાવેજોને લગતી કેટલીક સમસ્યા ઊભી થતી જણાય છે, જેના કારણે કામની ગતિ ધીમી પડી જશે અથવા અમુક કામ અટકવાની સંભાવના છે. પરિવાર સાથે સંબંધિત નિર્ણયો લેતી વખતે તમને મુશ્કેલીનો અનુભવ થશે. પ્રોપર્ટી સંબંધિત કોઈપણ બાબતને બિલકુલ અવગણશો નહીં. આજે અપેક્ષા કરતાં અનેકગણો ખર્ચ થવાની સંભાવના છે. પરંતુ આ ખર્ચપાત્ર વસ્તુઓ માટે હશે તેથી ચિંતા કરશો નહીં.

કરિયરઃ- કોઈની પાસેથી મળેલી પ્રેરણાને કારણે કાર્ય પૂર્ણ કરવાનો તમારો ઉત્સાહ વધશે.

લવઃ- તમે તમારા જીવનસાથી સાથે જે રીતે વ્યવહાર કરશો, સંબંધોમાં બદલાવ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાને અવગણશો નહીં.

લકી કલર: પીળો

લકી નંબરઃ 5

***

કન્યા

WHEEL OF FORTUNE

સમય અચાનક તમારી તરફેણમાં આવતો જણાય. તેથી, મોટી બાબતોને ફળીભૂત કરવા માટે પ્રયત્નો ચાલુ રાખવાની જરૂર રહેશે. કામ સાથે જોડાયેલી દરેક બાબતો સરળતાથી આગળ વધશે. તમે તમારા અંગત જીવનમાં પણ ઘણો સુધારો જોશો જેના કારણે તમને માનસિક શાંતિ મળી શકે છે. જે લોકો સામે તમે નારાજગી અનુભવતા હતા તે લોકો દૂર થઈ જશે અને તમારા એકબીજા સાથેના સંબંધો ગાઢ થતા જોવા મળશે.

કરિયરઃ તમારા સંચાર કૌશલ્યમાં થયેલો સુધારો કાર્યસ્થળ પર ઘણી સમસ્યાઓ ઉકેલવામાં ઉપયોગી સાબિત થશે.

લવઃ- આજે કોઈ પણ બાબત માટે જીવનસાથી પર નિર્ભર ન રહો.

સ્વાસ્થ્યઃ- કમરના દુખાવાની સમસ્યા વધવાની સંભાવના છે.

લકી કલર: સફેદ

લકી નંબરઃ 4

***

તુલા

TEN OF SWORDS

તમારે સમજવાની જરૂર પડશે કે, તમારી જાતને જૂની વસ્તુઓ અને જૂના અનુભવોથી મુક્ત કરવાની જવાબદારી તમારી છે. અન્ય લોકો જ તમને માર્ગદર્શન આપી શકે છે, પરંતુ તમારે તમારી પરિસ્થિતિ બદલવા માટે જાતે જ પ્રયત્નો કરવા પડશે. તમારા માટે મર્યાદિત વિચારોથી છુટકારો મેળવવો અને નકારાત્મકતાથી દૂર રહેવું શક્ય બનશે. ખોટી બાબતોને પ્રાધાન્ય આપીને, તમારે ફરીથી એ જ બાબતોમાં ફસાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કરિયરઃ- કામની વિગતોથી સંબંધિત માહિતી ન મળવાને કારણે તમને અડચણ અનુભવાશે પણ આર્થિક નુકસાન થશે નહીં.

લવઃ- સંબંધો સારા રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી અપેક્ષા મુજબ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- જીવનમાં વધતી જતી ધમાલને કારણે શરીરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

લકી કલર: લાલ

લકી નંબરઃ 7

***

વૃશ્ચિક

THREE OF CUPS

તમારા પરિચિત વ્યક્તિ દ્વારા પ્રગતિ થઈ રહી હોવાથી તમે આનંદ અનુભવશો. મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળી શકે છે. પાર્ટી અથવા પિકનિક સંબંધિત યોજનાઓ અચાનક બનશે જેના કારણે કાર્ય સંબંધિત યોજનાઓમાં કેટલાક ફેરફારો જોવા મળશે. પરંતુ તમે કામની સાથે સાથે મનોરંજન પર પણ ધ્યાન આપી શકશો.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણને લગતા પ્રયત્નોમાં સફળતા મળશે. કેટલાક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ મળી શકે છે.

લવઃ- જીવનસાથીના પ્રયાસોથી સંબંધોમાં સુધારો આવશે.

સ્વાસ્થ્યઃ- શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે.

લકી કલર: ગુલાબી

લકી નંબરઃ 8

***

ધન

QUEEN OF SWORDS

તમારા મંતવ્યો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમારે કોઈને પણ અભિપ્રાય આપવાનું ટાળવું પડશે. આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના કારણે કાર્ય ગુણવત્તાયુક્ત રહેશે અને તમને નવી વસ્તુઓ શીખવાની તક પણ મળી શકે છે. દરેક બાબતમાં ગંભીરતા વધવાને કારણે અંગત જીવનમાં મોટો સુધારો થશે. બધી જૂની સમસ્યાઓ દૂર કરીને તમે જીવનમાં આગળ વધતા જોવા મળે છે.

કરિયરઃ- કાર્યસ્થળ પર તક સ્વીકારતા પહેલા ફરીથી વિચારવું જરૂરી બનશે. તમને ટૂંક સમયમાં વધુ સારી તક મળવાની સંભાવના છે.

લવઃ- તમારો પાર્ટનર તમારી દરેક રીતે કાળજી લેવાનો પ્રયત્ન કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે. સાવધાન રહેવું પડશે.

લકી કલર: વાદળી

લકી નંબરઃ 7

***

મકર

SEVEN OF PENTACLES

તમે તમારા કામમાં નિપુણ બનતા જણાવશો, તેમ છતાં તમારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે નક્કી કરવામાં સમય લાગશે. તમારા લક્ષ્‍યાંકને લગતા વારંવાર થતા ફેરફારોને કારણે તમારા પ્રયત્નોની ગતિ પણ બદલાતી જોવા મળશે. આજે મન મૂંઝવણોથી ભરેલું હશે પરંતુ દિવસની અંદર તમને દરેક પ્રશ્નનો જવાબ મળી શકે છે.

કરિયરઃ- જે કામ તમારા માટે મુશ્કેલ લાગે છે તે કામને કારણે તમારી જાતને નબળી ન સમજો.

લવઃ- તમે સમજી શકશો કે તમારા અને તમારા જીવનસાથીના સંબંધો કોઈ અન્યના કારણે બગડી રહ્યા છે સ્વાસ્થ્યઃ- લો બીપી સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી રહેશે.

લકી કલર: પીળો

લકી નંબરઃ 9

***

કુંભ

EIGHT OF WANDS

પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને તમારા માટે કોઈ મોટો નિર્ણય અમલમાં મૂકવો શક્ય બની શકે છે. તમને જે પ્રકારની આર્થિક મદદની અપેક્ષા છે તે અચાનક મળશે જેના કારણે કામ આગળ વધી શકશે. કામ સંબંધિત બાબતોમાં તમે કોઈ બેદરકારી ન દાખવશો તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. તમે અનુભવી લોકો પાસેથી જે માહિતી મેળવી રહ્યા છો તેના પર ધ્યાન આપવાની ખાતરી કરો.

કરિયરઃ- કાર્યસ્થળ પર નવા લોકો સાથે પરિચય થવાને કારણે નવી વસ્તુઓ શીખવાથી તમારી કુશળતા વધુ સારી બનશે.

લવઃ- નવા સંબંધોની શરૂઆત સકારાત્મક રીતે થશે.

સ્વાસ્થ્યઃ- આંખની બળતરા પરેશાનીનું કારણ બની શકે છે.

શુભ રંગ: લાલ

લકી નંબરઃ 2

***

મીન

THREE OF PENTACLES

જો તમે પરિચિત લોકો સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો પછી એકબીજાના સ્વભાવને યોગ્ય રીતે જાણવું મહત્ત્વપૂર્ણ રહેશે. નહિંતર, ફક્ત આર્થિક નુકસાન જ નહીં, એકબીજા પ્રત્યેની કડવી લાગણીઓને કારણે સર્જાયેલી માનસિક તકલીફને દૂર કરવામાં પણ ઘણો સમય લાગશે. પરિવારમાં કોઈ તમારી પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખી શકે છે. કૃપા કરીને તમારી ક્ષમતા મુજબ મદદ કરો.

કરિયરઃ- બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો પ્રભાવશાળી લોકો સાથે પરિચય વધતો જણાય છે જેના કારણે તેમને નવું કામ મળી શકે છે.

લવઃ- લગ્ન સંબંધી નિર્ણયો લઈને આગળ વધવાના પ્રયાસો ચાલુ રાખવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીના કારણે માથાના દુખાવાની સમસ્યા રહેશે.

લકી કલર: નારંગી

લકી નંબરઃ 5