પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને શનિવારે દેશમાં નવેસરથી ચૂંટણીની માંગ કરી છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝ અનુસાર, ઈમરાને કહ્યું કે આખો દેશ જાણે છે કે 2024ની ચૂંટણી પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી હતી. જો દેશને બચાવવો હશે તો ફરીથી ચૂંટણી કરવી પડશે.
ઈમરાને પોસ્ટમાં લખ્યું છે કે મને ખુદા પર વિશ્વાસ છે. હું આઝાદી માટે લડતો રહીશ. હું એક વર્ષથી જેલમાં છું અને આ અત્યાચારીઓ સામે ક્યારેય ઝૂકીશ નહીં.
આ સિવાય ઇમરાને કહ્યું કે જો જેલમાં મારી સામેના ગુના ઓછા નહીં થાય તો હું ભૂખ હડતાળ પર ઉતરીશ. જો જેલમાં ભૂખ હડતાલ થશે તો પાકિસ્તાનના દરેક શહેરમાં આ હડતાલ થશે.