જો તમે તમારા ક્રેડિટ કાર્ડ બિલ અથવા લોનના હપ્તા ચૂકવવામાં એક દિવસ પણ મોડા પડો છો, તો તમારી પાસેથી ₹100 થી ₹1,000 સુધીનો દંડ વસૂલવામાં આવી શકે છે. જોકે, બિલ ચુકવણીમાં 1 દિવસથી ઓછા વિલંબથી તમારા ક્રેડિટ સ્કોરમાં તાત્કાલિક ઘટાડો થતો નથી. નિષ્ણાતોના મતે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને બેંકો ટૂંકા ગાળાના વિલંબ અને લાંબા ગાળાના ડિફોલ્ટ વચ્ચે તફાવત કરે છે
સામાન્ય રીતે 30 દિવસથી ઓછા વિલંબની જાણ ક્રેડિટ બ્યુરોને કરવામાં આવતી નથી. બધી બેંકો અને ક્રેડિટ યુનિયનો સામાન્ય રીતે 3 થી 7 દિવસનો ગ્રેસ પીરિયડ આપે છે. જો તમે આ સમયગાળા દરમિયાન ચુકવણી કરો છો, તો તમારા એકાઉન્ટને 'લેટ પેમેન્ટ' તરીકે ચિહ્નિત કરવામાં આવશે નહીં.
આનો અર્થ એ થયો કે જો તમે ફક્ત એક દિવસ મોડા ચુકવણી કરો છો, તો તે સમયે તમારા ક્રેડિટ સ્કોર પર કોઈ સીધી નકારાત્મક અસર થશે નહીં.