Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

T20 વર્લ્ડ કપ 2024 પહેલાં શનિવારે (01 જૂન) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. મેચ દરમિયાન એક ગજબની ઘટના જોવા મળી હતી. જ્યારે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ક્રિકેટપ્રેમી રોહિત શર્માને મળવા મેદાનમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન, તે મેદાનમાંથી બહાર નીકળે તે પહેલાં અમેરિકન પોલીસ ત્યાં આવી પહોંચી હતી. આ દરમિયાન પોલીસે ફેન્સને દબોચી લીધો હતો અને નિર્દયતાથી જમીન પર પછાડી દઈને હાથકડી પહેરાવીને ધરપકડ કરી હતી.

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો શેર કરતી વખતે @GabbbarSingh નામના એક ફેન્સે લખ્યું છે કે, 'રોહિત શર્માને ખબર પડી કે અમેરિકન પોલીસ તેના ફેન્સની ધોલાઈ કરી રહી છે. એટલું જ નહીં, પોલીસની બર્બરતા જોઈને ફેન્સે મજાકિયા સ્વરમાં લખ્યું છે કે, 'અરે, આટલો ન માર બે.'