Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૉશિંગ્ટન. સ્માર્ટફોન ક્યારે જરૂરિયાતમાંથી કુટેવ બની ગયો એ આપણને ખબર પણ ના પડી. આપણે જ્યાં પણ હોઇએ, એકલા કે ભીડમાં, સ્માર્ટફોનથી ઘેરાયેલા હોઇએ છીએ. તેનાથી અનેક બીમારીઓ વધી છે. માનસિક અને શારીરિક પણ. સ્માર્ટફોનના વધુ ઉપયોગથી પણ થાક લાગે છે. આત્મહત્યા અને ડિપ્રેશનનું સૌથી મોટું કારણ પણ તે જ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્માર્ટફોનથી દૂર રહેવાની સર્વિસ આપતી કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે. એવા ડિવાઇસ બની રહ્યા છે, જે આપણને સ્માર્ટફોનથી દૂર રહેવામાં મદદ કરે છે.


આવી જ એક કંપની છે, યોન્ડર. તે એવી મોબાઇલ બેગ બનાવે છે, જેમાં મોબાઇલ રાખીને ચોક્કસ સમય માટે લૉક કરી શકાય છે. કોઇ કોન્ફરન્સ કે કોન્સર્ટ, સ્કૂલ-કોલેજ, મીટિંગ કે પછી પરિવાર-મિત્રો સાથે સમય વીતાવવા તેનો ઉપયોગ કરાઇ હોય છે. ક્રિએટિવ કામ કરતા લોકો જેમ કે લેખકો, સંગીતકારો, શિક્ષકો વગેરેએ તો મોબાઇલથી દૂર રહેવું ખાસ જરૂરી છે. તેઓ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.

અમેરિકામાં આ બેગ લોકપ્રિય છે. કંપનીના સ્થાપક ગ્રાહમ ડુગોની કહે છે કે, તેનો ઉપયોગ કરનારાને શરૂઆતમાં નેટવર્કથી દૂર રહેવામાં મુશ્કેલી થતી, પરંતુ પછી તેમને સંગીત સમારંભ, ફિલ્મો જોવામાં વધુ મજા આવવા લાગી. જ્યાં કોઇ પણ મોબાઇલનો ઉપયોગ ના કરતું હોય તેવા સ્થળ લોકોને એકબીજા સાથે જોડે છે.