જે રોકાણકારો શેરબજારમાં અપ્રત્યક્ષ રોકાણ કરે છે તેમના માટે ઉપલબ્ધ રોકાણ વિકલ્પોમાં ELSS ખૂબ આકર્ષક છે. કેમકે તે એક સાથે બે મહત્વના લાભ પૂરાં પાડે છે એક તો તેમાં ટેક્સના બેનિફિટ સાથે લોંગ-ટર્મ માટે વેલ્થ ઊભી કરવાની તકો રહેલી છે તેમ સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રા. લિ.ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ઉમેશકુમાર મહેતાએ જણાવ્યું હતું. ઉપરાંત, આ એક મલ્ટીકેપ પ્રકારનું ફંડ હોવાથી તેમાં મીડ-કેપ્સમાં પણ રોકાણ શક્ય છે. જે સમયાંતરે ઊંચો નફો આપતાં હોય છે. 80સી હેઠળ ટેક્સમુક્તિને કારણે ઈએલએસએસમાં ઈન્વેસ્ટમેન્ટનો અસરકારક ખર્ચ અન્ય ફંડ્સમાં રોકાણ કરતાં ઓછો હોય છે. જે રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ(ROI)ને ઊંચો જાળવે છે.
બીજી ઈએલએસએસ એકમાત્ર પ્યોર ઈક્વિટી સ્કીમ છે. જેમાં ત્રણ-વર્ષ માટે રોકાણનું ફરજિયાત લોક-ઈન રહેતું હોય છે. આમ રોકાણકારોને લાંબાગાળાના ઈન્વેસ્ટમેન્ટનો આકસ્મિક લાભ મળે છે. યુલિપ્સમાં લઘુત્તમ પાંચ વર્ષનું જ્યારે પીપીએફમાં તો 15 વર્ષનું રોકાણ જાળવવાનું રહે છે. આમ ત્રણ વર્ષ એક મધ્યમસરનો રોકાણ પિરિયડ છે. જે ઈન્વેસ્ટર્સને માફક પણ આવે છે.
ELSS ફંડ અન્ય ફંડ્સની સરખામણીમાં કેવી રીતે ઊંચં રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ આપી શકે છે? આ સવાલ થોડો સબ્જેક્વિટ છે. સામાન્યરીતે ઈએલએસએસ ફંડમાં ટેક્સ બેનિફ્ટ ગણીએ તો રિટર્ન વધી જાય પરંતુ કેટલાંક ઈએલએસએસ ફંડ ભાવિ લાર્જ-કેપ્સમાં રોકાણ કરીને ઊચ્ચ દેખાવ જાળવી શકે છે. જો માર્કેટમાં લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સના દેખાવની લાંબાગાળાની એવરેજને ધ્યાનમાં લઈએ અને એપ્રિલ 2005થી ત્રણ વર્ષના સરેરાશ રોલીંગ રિટર્ન્સને આધારે વાત કરીએ તો નિફ્ટી મીડસ્મોલેપ 400 ઈન્ડેસે નિફ્ટી 500 ઈન્ડેક્સની સરખામણીમાં 8 ટકા ઊંચું રિટર્ન દર્શાવ્યું છે. મીડ અને સ્મોલ-કેપ્સ સામાન્યરીતે ઊંચી વોલેટિલિટીનો નેચર ધરાવતાં હોવાના કારણે તેમાં એક વર્ષના હોલ્ડિંગ પિરિયડ સામે ત્રણ-વર્ષ માટેનો રોકાણ પિરિયડ વધુ અનૂકૂળ આવતો હોય છે.