દેશમાં મોબાઇલ ટેલીકૉમ સર્વિસના દરો વધી શકે છે. રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ દેશભરમાં 5જી નેટવર્ક તૈયાર કરવાનું કામ પૂર્ણ કરવા જઇ રહી છે. ત્યારબાદ તેમનું ફોકસ તેના ખર્ચની ભરપાઇ પર રહેશે. રેટિંગ એજન્સી ફિચ અનુસાર, રિલાયન્સ જિયો 5જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 1.08-1.16 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે.
ભારતી એરટેલ પણ નવી પેઢી માટે ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે 24,928-33,237 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. આ રીતે આ બંને કંપનીઓ 5જી સર્વિસ શરૂ કરવા પર 1.90 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે. તેની ભરપાઇ માટે તેઓએ ટેરિફ વધારવાની જરૂરિયાત રહેશે. તેની ભરપાઇ માટે તેઓએ ટેરિફ વધારવાની જરૂરિયાત રહેશે. ICICI અનુસાર, જુલાઇ 2017 થી અત્યાર સુધી મોબાઇલ ટેરિફમાં અંદાજે બમણો વધારો થયો છે.
જિયો અને એરટેલ 3 કરોડ નવા ગ્રાહકો જોડી શકે છે-ફિચના અનુમાન અનુસાર 2024માં એરટેલ અંદાજે 1 કરોડ નવા ગ્રાહકો જોડશે, જ્યારે જિયોની સાથે તેનાથી બમણા લગભગ 2 કરોડ સબસ્ક્રાઇબર્સ જોડાશે. તેનો અર્થ છે કે તેમની પાસે ટેરિફ વધારવાનો અવકાશ હશે.