ગોંડલના દાળિયા ગામે બોગસ મતદાન થતું હોવાનું રીબડાના અનિરૂદ્ગસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. રાજદીપસિંહે જણાવ્યું હતું કે, જયરાજસિંહના પુત્ર બોગસ મતદાન કરાવે છે. દાળિયા ગામના લોકોએ બોગસ મતદાન થતું હોવાની માહિતી આપી હતી. આથી પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. લોકો મોબાઈલ સાથે રાખીને મતદાન કરવા જતા હોવાનું સામે આવ્યું છે. એક મહિલા હાથમાં કાળા કલરનો મોબાઈલ લઈ મતદાન કરવા પહોંચી હોવાનું સામે આવ્યું છે. મતદાન મથકમાં એક શખ્સ દ્વારા બોગસ મતદાન કરાવવામાં આવતું હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે.