રાજકોટમાં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું. તેમજ અન્ય લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને લોકોને પણ અપીલ કરી હતી કે. મતદાન કરવું એ ભારતના દરેક નાગરિકને ફરજ છે અને આ મતદાનની ફરજ તો નિભાવવી પડે ને..! તેવું તેમણે જણાવ્યું હતું.રાજકોટમાં વરરાજાએ લગ્ન પહેલા રામનાથપરા જૂની જેલની સામે શાળા નંબર 16 ખાતે મતદાન કર્યું હતું. કેવલ ભાવસાર નામના વરરાજા મતદાન કરવા આવ્યા ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે તેમને લગ્નની શુભકામના પાઠવી હતી.