રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાનું કામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાનું છે આમ છતાં દરરોજ 1000 જેટલી ફરિયાદનો ધોધ વહી રહ્યો છે જેમાં સૌથી વધુ સમસ્યા ડ્રેનેજની છે જ્યારે ત્યારબાદ રોશની શાખા એટલે કે સ્ટ્રીટલાઈટ સંબંધી છે. સમયાંતરે ડ્રેનેજ સમસ્યામાં ફરિયાદો ઘટી રહી છે પણ રોશની અને ગંદકીની સમસ્યાઓમાં કોઇ ફરક પડ્યો નથી આ બે શાખામાં કોઇ સુધાર આવ્યો નથી.
રાજકોટ શહેરમાં ઓગસ્ટ માસ દરમિયાન કુલ 26313 ફરિયાદ આવી છે. જેમાં સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપની 13114 અને ડ્રેનેજના સમારકામને લગતી 926 ફરિયાદ છે. જ્યારે બીજા ક્રમે 4106 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે સફાઈને લગતી છે તેમજ ત્રીજી સૌથી વધુ ફરિયાદ સ્ટ્રીટલાઇટ સંબંધી છે. સફાઈ માટે 3100થી વધુ ફરિયાદ આવી છે એટલે કે દરરોજ 100થી વધુ લોકો ગંદકીથી ત્રસ્ત છે.