અમદાવાદમાં અનેક લોકોની રોજીરોટી સમાન કારને ભાજપના એક નેતા પુત્રે બારોબાર વેચી મારી હતી. એક વર્ષથી ચાલતા આ રેકેટમાં વિસનગરના ભાલક ગામનું નામ ઉછળ્યું છે. આરોપી પ્રિન્સ મિસ્ત્રીએ રાજ્યમાં સૌથી વધુ પોલીસકર્મીઓની વસતી ધરાવતાં આ ગામમાં બારોબાર ભાડે લીધેલી કારને વેચી મારી હતી. લોકોને ઊંચા ભાડાના સપના બતાવીને સપનાનો સોદાગર બન્યો હતો અને કારો વેચી મારી હતી. તેના આ રેકેટમાં એક IGનો ખાસ માણસ પણ શંકાના દાયરામાં છે. તે પ્રિન્સ સાથે મળીને આ કૌભાંડ આચરાતો હોવાનું હાલની તપાસમાં સામે આવ્યું છે.
અનેક ગરીબોની રોજી-રોટી માટેની ગાડીઓ એક ભાજપ નેતાના પુત્ર પ્રિન્સે લાલચ આપીને સગેવગે કરી દીધી છે. એટલું જ નહીં, આ સમગ્ર રેકેટ તેણે એક વર્ષ પહેલાંથી શરૂ કર્યું હતું. પરંતુ એક કારનામાંમાં જે રીતે છેલ્લે સુધી કૌભાંડનો છેડો મળતો નથી, તે રીતે જ આ રેકેટ ચાલતું ગયું હતું અને આખરે સમગ્ર ફાંડો ફૂટ્યો હતો. હવે ચોંકાવનારી બાબતે એ છે કે, આ વેચાયેલી ગાડીઓમાં મોટાભાગની ગાડીઓ સૌથી વધુ પોલીસ કર્મચારીઓની વસ્તી ધરાવે છે, તેવા વિસનગરના ભાલક ગામમાં વેચાઈ છે અને ભાલકનું નામ ઉછળ્યું છે.