Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં મંગળા રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં બે દિવસ પૂર્વે ઝડપાયેલ આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં 71 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહીત ગુના નોંધાઈ ચુક્યા છે.

રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી સી જયારે બાકીના 11 આરોપીઓ જેલમાં બંધ હોવાથી તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી બા ધરપકડ કરી રિમ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા દશ વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, મારામારી સહીત કુલ 71 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મંગળા રોડ પર પેંડા અને મૂર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બાદ કાર્યવાહી રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુર્ઘા ગેંગ વચ્ચે સામસામે થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ ગુનામાં પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જયારે 11 આરોપીઓ જેલમાં બંધ હોવાથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે અને અન્ય 2 આરોપી ફરાર હોય જેથી તેને ઝડપી પાડવા તપાસ તજવીજ ચાલુ છે.