વર્લ્ડ કપ 2023ની 23મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 149 રનથી હરાવ્યું હતું. ટીમ તરફથી ક્વિન્ટન ડી કોકે 174 રનની ઇનિંગ રમી હતી જ્યારે બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સદી ફટકારી હતી. બંને ખેલાડીઓએ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી.
બાંગ્લાદેશ સામેની જીત સાથે દક્ષિણ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગયું છે. ટીમે માત્ર 4 મેચ જીતનારી ન્યૂઝીલેન્ડની ટીમને ત્રીજા સ્થાને ધકેલી દીધી હતી. બંને ટીમના 8-8 પોઈન્ટ છે, પરંતુ સારા રન રેટના કારણે દક્ષિણ આફ્રિકા આગળ છે.
મંગળવારે મુંબઈના વાનખેડે મેદાન પર દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 382 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 46.4 ઓવરમાં 233 રન જ બનાવી શકી હતી.
ઓપનર ક્વિન્ટન ડી કોક ઉપરાંત કેપ્ટન એડન માર્કરમે આફ્રિકન ટીમ વતી 60 અને હેનરિક ક્લાસને 90 ઈનિંગ્સ રમી હતી. જ્યારે ડેવિડ મિલરે 15 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. બોલરોમાં ગેરાલ્ડ કોએત્ઝીને 3 વિકેટ, જ્યારે માર્કો જેન્સન, કાગીસો રબાડા અને લિઝાર્ડ વિલિયમ્સને 2-2 વિકેટ અને કેશવ મહારાજને 1 વિકેટ મળી હતી.