Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતની છોકરીઓએ આખરે 47 વર્ષના લાંબી રાહ પછી ઇતિહાસ રચી દીધો. ઈન્ડિયા વુમન્સે રવિવારે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને 52 રનથી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી. આ સાથે જ ટીમ ઈન્ડિયા વુમન્સ ક્રિકેટમાં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ.

ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ બોલિંગ પસંદ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા. શેફાલી વર્માએ 87, દીપ્તિ શર્માએ 58, સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા તરફથી આયબોન્ગા ખાકાએ 3 વિકેટ લીધી.

મોટા ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાની ટીમ 246 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન લૌરા વોલ્વાર્ટે સદી ફટકારી, પરંતુ ટીમને જિતાડી શકી નહીં. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી.