Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયા મંગળવારે શ્રીલંકા સામે વર્ષની પ્રથમ વન-ડે રમશે. ગુવાહાટીમાં બપોરે 1.30 વાગ્યે શરૂ થનારી આ મેચ ટીમના મિશન વર્લ્ડ કપના શંખનાદ તરીકે પણ જોવામાં આવી રહી છે. વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે. આને કારણે હવેથી ટૂર્નામેન્ટની શરૂઆત સુધી દેશમાં યોજાનારી દરેક વન-ડે મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.


સિલેક્ટર્સે કેપ્ટન રોહિત શર્માથી લઈને અનુભવી વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા જેવા સિનિયર પ્લેયરને સિરીઝમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. પહેલા ફાસ્ટર જસપ્રીત બુમરાહનું નામ પણ યાદીમાં સામેલ હતું, પરંતુ તેને હજી વધુ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વર્ષના પ્રથમ મુકાબલામાં ક્રિકેટરસિકોની નજર કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે, કારણ કે ભારતીય કેપ્ટન અંગૂઠાની ઈજામાંથી પરત ફરી રહ્યો છે, જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટી20 બ્રેકમાંથી આવી રહ્યો છે. હાલમાં કોહલીએ IPL સુધી T20માંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. કેએલ રાહુલનું ફોર્મ સિલેકટર્સ માટે પણ ચિંતાનો વિષય હશે. આ દરમિયાન, જસપ્રિત બુમરાહનું પરત ફરવાનું થોડા દિવસો માટે ટાળવામાં આવ્યું છે. તેને વન-ડે શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

બેવડી સદી ફટકારનાર ઈશાન કિશનને તક મળશે નહીં
કેપ્ટન રોહિત શર્માએ મેચની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે શુબમન ગિલ તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરશેસ એટલે કે બાંગ્લાદેશ પ્રવાસ પર વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશન નહીં રમે. રોહિતે કહ્યું હતું કે ઈશાનને બહાર રાખવો એ અઘરો નિર્ણય છે, પરંતુ એ અત્યારે ગિલને વધુ તક આપવા માગે છે. એટલું જ નહીં, આ મેચમાં ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યરને બહાર બેસવું પડી શકે છે. ઈશાન કિશનનું ન રમવાનું કારણ કેએલ રાહુલનું વિકેટકીપર તરીકે બેટ્સમેન રમવાનું નક્કી છે, તેથી જ સૂર્યા અને અય્યરમાંથી એક જ પ્લેઇંગ-11માં જગ્યા બનાવી શકશે.

Recommended