ફ્રેમોંટ, ટેસ્લા, સ્પેસએક્સ, ટ્વિટર બાદ હવે ઈલોન મસ્કની ન્યૂરાલિન્ક સ્ટાર્ટઅપ પણ ચર્ચામાં છે. ન્યૂરાલિન્ક છ મહિનામાં માણસના મગજમાં સિક્કાના કદની કમ્પ્યુટર ચિપ લગાવવા જઇ રહી છે. આ કંપનીની કેલિફોર્નિયા ઓફિસમાં આયોજિત કાર્યક્રમમાં મસ્કે આ જાહેરાત કરી હતી. આ ઇમ્પ્લાન્ટની મંજૂરી માટે કંપની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશનને તમામ દસ્તાવેજ સોંપી ચૂકી છે.
ન્યૂરાલિન્ક પેરાલિસિસના દર્દીઓના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરીને સ્વસ્થ કરવા પર કામ કરે છે. મસ્કે કહ્યું છે કે, અમે આ દિશામાં મહેનત કરીએ છીએ. અમારી યોજના લોકોને દૃષ્ટિ આપવાની તેમજ પેરાલિસિસને ઠીક કરવા પર કેન્દ્રિત છે. જન્મથી અંધ લોકોની આંખમાં ન્યૂરાલિન્કની મદદથી રોશની લાવી શકાય છે. પેરાલિસિસગ્રસ્તોને પણ ઠીક કરી શકાશે.
મસ્કે એપલના સીઇઓ ટિમ કૂકની મુલાકાત લીધી છે. બાદમાં મસ્કે કહ્યું કે, અમારા તમામ મતભેદ દૂર થઇ ગયા છે. આ પહેલા મસ્કે એપલ અને ગૂગલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એપલે ટ્વિટરને પોતાના એપ સ્ટોરથી દૂર કરવાની ધમકી આપી છે. તેઓ ટ્વિટરને એપ સ્ટોર પર સેન્સર કરવા ઇચ્છે છે. તેઓ ટ્વિટરથી બોગસ અને સ્પેટ, સ્પે એકાઉન્ટને પણ દૂર કરે છે, જેનાથી યુઝર્સના ફોલોઅર ઝડપથી ઓછા થઇ શકે છે.