Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ છે અને પ્રથમ સેશનની રમત ચાલી રહી છે. 513 રનના ટાર્ગેટ પૂરો કરવા બાંગ્લાદેશે તેની બીજી ઇનિંગમાં વિના વિકેટે 90 રન બનાવ્યા હતા. ઝાકિર હસન અને નઝમુલ હસન શાંતો ક્રિઝ પર છે.


ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 513 રનનો ટાર્ગેટ આપ્યો

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની સામે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે ડ્રાઈવિંગ સીટમાં આવી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 513 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્રીજા દિવસના અંતે બાંગ્લાદેશે વિના વિકેટે 42 રન બનાવ્યા છે. તેઓ જીતથી હજુ 471 રન દૂર છે. સ્ટમ્પ્સ વખતે ઝાકિર હસન 17 રને અને નજમુલ હસન શાન્તો 25 રને ક્રિઝ પર છે. આજે ચોથો દિવસ 9:00 વાગે શરૂ થશે. ત્યારે ટીમ ઈન્ડિયા આજે જ મેચ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. અને WTCમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા માગશે.

આ પહેલા ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં 258/2ના સ્કોરે ડિક્લેર કરી હતી. ટીમ ઈન્ડિયા તરફથી બે સદી આવી હતી. યુવા ઓપનર શુભમન ગિલે 110 રન બનાવ્યા હતા. જ્યારે મોર્ડન ક્રિકેટના 'ધ વૉલ' ગણાતા ચેતેશ્વર પુજારાએ ત્રણ વર્ષ 11 મહિના એટલે કે 1443 દિવસ પછી સેન્ચુરી ફટકારી હતી. ગિલ અને પુજારા વચ્ચે 113 રનની પાર્ટનરશિપ થઈ હતી. ચેત્શ્વર પુજારાએ જેવી સદી ફટકારી, કેપ્ટન કેએલ રાહુલે ઇનિંગને ડિક્લેર કરી દીધી હતી. વિરાટ કોહલી 19 રન બનાવીને પુજારા (102)* સાથે નોટઆઉટ પરત ફર્યા હતા.

ચટ્ટોગ્રામમાં રમાઈ રહેલી સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ટીમ 150 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી હતી, જ્યારે ઉમેશ યાદવ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.