અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પદ સંભાળ્યા પછી તેમનો પહેલો આદેશ ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો રહેશે. ટ્રમ્પે આ માટે એક પ્લાન પણ તૈયાર કર્યો છે. જેને લઈ ગેરકાયદે વસાહતીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પરંતુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો રેકોર્ડ વર્તમાન રાષ્ટ્રપતિ બાઈડેન કરતાં પણ ખરાબ છે. ટ્રમ્પે 2017થી 2021 સુધીમાં 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા જ્યારે બાઈડેને અત્યાર સુધીમાં 28 લાખને દેશનિકાલ કર્યા છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અટકાવવા માટે મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવાનું પણ વચન આપ્યું હતું, પરંતુ તે પૂર્ણ કરી શક્યા નહીં