રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે યુક્રેનએ રશિયન શહેર સુદજા પર કબજો કરી લીધો છે. યુક્રેનની સેના રશિયામાં 35 કિમી ઊંડે સુધી ઘૂસી ગઈ છે.
ઝેલેન્સકીએ ગુરુવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે યુક્રેનિયન મિલિટરી કમાન્ડન્ટનું સેન્ટર હવે સુદજામાં ખુલ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેનની સેનાએ છેલ્લા 10 દિવસમાં રશિયાના 82 ગામોને કબજે કર્યા છે.
સુદજા યુક્રેનિયન સરહદથી લગભગ 10 કિમી દૂર છે. તેની વસતી લગભગ 5,000 છે. અહીં એક રશિયન ગેસ પાઇપલાઇન સ્ટેશન છે. તેની મદદથી તે યુરોપિયન દેશોને ગેસ સપ્લાય કરે છે.