Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની લંડન જતી ફલાઈટથી પોરબંદરની એક યુવતીને નકલી પાસપોર્ટ પર પકડી લીધી છે. જે પાસપોર્ટ તેણે દમણના એક એજન્ટને રૂ. 50 લાખ આપીને બનાવ્યો હતો. નવાઇની વાત એ છે કે આજ યુવતીના માતા-પિતા મુંબઇ એરપોર્ટ પર નકલી પાસપોર્ટ પર પકડાતા તેમની પૂછપરછમાં તેની દીકરી પણ અમદાવાદથી આવવાની હોવાનું જણાવ્યું હતું.


એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે પાસપોર્ટ ચેક કરતા તેની પાસે ઇ કેટેગરીનો પાસપોર્ટ હતો. જે ઓછું ભણેલા હોય તેમને આપવામાં આવે છે, જેની પાસે આધાર કાર્ડ ચેક કરતા અંજના કિરણ રહે, મહારાષ્ટ્રનું હતંુ જે આધાર કાર્ડ પર ફોન્ટ નાના અને ફોટો તાજેતરમાં લાગેલો હોવાની શંકા જતા ક્યુઆર કોડ સ્કેન થયો નહોતો. પાસપોર્ટ સિસ્ટમમાં ચેક કરતા આ પાસપોર્ટ પર એફઆરઆરઓ મુંબઇ તરફથી એલઓસી ઓપન કરતા જેમા ખોટા નામ, ખોટી જન્મતારીખ હતી પાસપોર્ટ બોગસ હોવાનું જણાયું હતું.