Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હુરુન ઈન્ડિયા લિસ્ટમાં દેશની સૌથી મૂલ્યવાન 500માંથી ટોપ-10 કંપનીની યાદીમાં સૌથી મોટી IT કંપની ટાટા કન્સલટન્સી સર્વિસિસ (TCS) એ મહિલાઓને રોજગાર આપવામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કંપનીમાં લગભગ 35% એટલે કે 2.1 લાખ મહિલા કર્મચારીઓ છે. લિસ્ટમાં સામેલ 500 કંપનીઓમાંથી 410 કંપનીઓએ તેમના બોર્ડમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપ્યું છે.


આ કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં 3.9 લાખ નવી નોકરીઓ આપી છે. આમાં, 11.6 લાખ મહિલાઓ કામ કરી રહી છે. IT ની કંપની ઇન્ફોસિસમાં 1,24,498 મહિલાઓ નોકરી કરે છે. વિપ્રોમાં 88,946 અને HCL ટેક્નોલોજીમાં 62,780 મહિલાઓ નોકરી કરે છે. આ કંપનીઓમાં 40%, 36% અને 28% મહિલા કર્મચારીઓ કાર્યરત છે.

દેશની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની રિલાયન્સ
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 17.25 લાખ કરોડ રૂપિયા વેલ્યૂની સાથે દેશની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની છે. TCS દેશની બીજી અને HDFC બેન્ક ભારતની ત્રીજી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની છે. ગૌતમ અદાણીએ બે કંપનીઓ અદાણી ટોટલ ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝ આ લિસ્ટમાં છે.

સરકારી કંપનીઓમાં SBI સૌથી પહેલા નંબરે
સરકારી કંપનીઓની વાત કરીએ તો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સર્વાધિક 14% ગ્રોથની સાથે રેન્કિંગમાં ટોચ પર છે. આ સાથે પોલિસી બજાર, પેટીએમ, ઝોમેટો અને નાઈકા જેવા સ્ટાર્ટઅપના મૂલ્યાંકન પણ ભારે ઘટાડો થયો છે. વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ યાદીમાં 2.19 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપની સાથે દેશની સૌથી મૂલ્યવાન અનલિસ્ટેડ કંપની છે.