જામા અને બીએમજેમાં પ્રકાશિત અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ પ્રેગનેન્સી દરમિયાન કે પછીથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હોય છે તેનામાં પોતાને નુકસાન પહોંચાડવા અને આત્મહત્યાનું જોખમ 18 વર્ષ સુધી રહે છે. શોધમાં 2001થી 2017 સુધી આશરે 10 લાખ મહિલાઓનું વિશ્લેષણ કરાયું છે. જેમાં ડિપ્રેશન સામે ઝઝૂમતી 86,551 મહિલાઓની તુલના 8,65,510 સામાન્ય પ્રેગનેન્ટ મહિલાઓ સાથે કરાઈ.
જોકે, આત્મહત્યાની સંખ્યા ઓછી હતી, પરંતુ પ્રેગનેન્સીના ડિપ્રેશનથી પીડિત મહિલાઓની આમાં મોટી ભાગીદારી હતી. આ મહિલાઓમાં આત્મહત્યાનો દર 28.5% હતો ત્યારે, અન્ય પ્રેગનેન્ટ મહિલાઓમાં દર 7.5% હતો. નિષ્ણાતો મુજબ પ્રેગનેન્સી સાથે જોડાયેલું ડિપ્રેશન અન્ય માનસિક સ્વાસ્થ્ય વિકારોથી અલગ અને વધુ ગંભીર હોય શકે છે. તેનો ઈલાજ ન કરાતા મહિલાઓ દ્વારા પોતાને હાનિ પહોંચાડવાની 3 ગણી અને આત્મહત્યા કરવાની 6 ગણી આશંકા રહે છે.