18 ડિસેમ્બરે શેરબજારમાં સ્થિર ટ્રેડિંગ જોવા મળ્યું. સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને 84,482 પર બંધ થયો. નિફ્ટી 3 પોઈન્ટ ઘટીને 25,816 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઘટ્યા અને 14 વધ્યા. ઓટો, ફાર્માસ્યુટિકલ અને એનર્જી શેરોમાં ઘટાડો થયો, જ્યારે આઈટી અને મેટલ્સના શેરોમાં વધારો થયો.
KSH ઇન્ટરનેશનલ લિમિટેડનો IPO ગઈકાલે એટલે કે 16 ડિસેમ્બરથી ખુલ્લો મુકાયો છે. તેમાં આજે એટલે કે 18 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. કંપની આ ઇશ્યૂ દ્વારા 710 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. IPOમાં 420 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. જ્યારે પ્રમોટર્સ 290 કરોડ રૂપિયાના શેર (ઓફર-ફોર-સેલ) વેચશે.