અગ્નિ અને પાણી એકબીજાના દુશ્મન છે, અને જ્યાં બરફ જામેલો હોય છે ત્યાં આગનો તો કોઈ પ્રશ્ન જ નથી હોતો. જોકે, યુરોપના પર્વત માઉન્ટ એટના પર આવી જ અચરજ પમાડતી ઘટના જોવા મળી છે.
જ્યાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ આગ લાગી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ઇટાલીના સિસિલી ટાપુ પર માઉન્ટ એટના એક સક્રિય જ્વાળામુખી છે. એક વિસ્ફોટ થયો, લાવા સેંકડો ફૂટ ઊંચો ઊઠ્યો અને પછી બરફથી ઢંકાયેલી ટેકરીઓમાંથી વહેતો થયો. લાવા એટલો ગરમ અને જ્વલનશીલ હતો કે તેણે બરફ જ ઓગાળી નાખ્યો અને તેને પાણીમાં ફેરવી દીધું. આ અદ્ભુત દૃશ્ય કેમેરામાં પણ કેદ થયું. ઇટાલીના સિસિલીમાં આ જ્વાળામુખીને વિશ્વના સૌથી ખતરનાક જ્વાળામુખીમાંનો એક માનવામાં આવે છે.