લંડનમાં રહેતા ચીની પીએચડી વિદ્યાર્થી ઝેન્હાઓ ઝુને બુધવારે બ્રિટિશ કોર્ટે 10 મહિલાઓ પર 11 વખત બળાત્કાર કરવાનો દોષી ઠેરવ્યો હતો. 18 કલાક ચાલેલી ટ્રાયલ બાદ ઇનર લંડન ક્રાઉન કોર્ટે આ ચુકાદો આપ્યો.
28 વર્ષીય આરોપીએ 2019 થી 2023 દરમિયાન લંડનમાં 3 મહિલાઓ અને ચીનમાં 7 મહિલાઓ સાથે આ ગુનો કર્યો હતો. આરોપીએ ગુનો કરતી વખતે તેનો વીડિયો પણ બનાવ્યો હતો.
સરકારી વકીલ કેથરિન ફેરેલીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી એક હોશિયાર વિદ્યાર્થી હોવા છતાં, તે એક સીરીયલ રેપિસ્ટ હતો. તે ઘેટાંના વેશમાં વરુ હતો અને દરેક સ્ત્રીનું સૌથી ખરાબ સ્વપ્ન હતું. તે સ્ત્રીઓને નબળી બનાવવા માટે દારૂ અને ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો.