Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ICCએ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કર્યું. હાઇબ્રિડ મોડલમાં યોજાનારી ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. 19 દિવસમાં 15 મેચ રમાશે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ગ્રુપ મેચ રમાશે.


દુબઈમાં જ સેમિફાઈનલ અને ફાઈનલ પણ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. ICCએ પુષ્ટિ કરી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. પાકિસ્તાન ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ટીમે 2017માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

ભારત ગ્રુપ-એમાં છે. ટીમના ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. બીજા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન છે. 4 અને 5 માર્ચે 2 સેમિફાઇનલ રમાશે જ્યારે 9મી માર્ચે ફાઇનલ રમાશે.