Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાની સ્થાપના 6 જૂલાઇ 1915ના રોજ કરવામાં આવી હતી. આજે ભરૂચ નગરપાલિકા 11 વોર્ડ સાથે 17 કિમીનો વ્યાપ ધરાવે છે. શહેરની સત્તાવાર વસતી 1.87 લાખ લોકોની છે. વર્ષ 2011થી ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે પણ સરકારમાંથી મંજૂરી મેળવવામાં સ્થાનિક નેતાગીરી વામણી પુરવાર થઇ રહી છે.


2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચમાં સદભાવના ઉપવાસ કર્યા ત્યારે ભરૂચને મહા નગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હતી પણ ભરૂચને મહા નગરપાલિકાના બદલે ભરૂચ– અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી 2017માં ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી સંભાવના હતી પણ છેલ્લી ઘડીએ સરકારે ડીંગો બતાવી દીધો હતો. રાજ્યમાં હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર આવી છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાના ભાજપના આગેવાનોએ ભરૂચને મહાનગરપાલિકા બનાવવા રજૂઆત કરી છે.