ઈરાનમાં દેખાવો કરતી મહિલાઓ પર દમન યથાવત્ છે. ઘાયલ દેખાવકારોની સારવાર કરતા ડૉક્ટરો દાવો કરે છે કે સુરક્ષાદળો જાણીજોઈને મહિલાઓના ચહેરા અને નાજુક અંગો પર પેલેટથી પ્રહાર કરી રહ્યા છે. એવું એટલા માટે કરાઈ રહ્યું છે કેમ કે આ પ્રકારના ઘા લાંબા સમય સુધી રહે છે. પેલેટગનથી છોડાનાર પેલેટ પ્લાસ્ટિક અને ધાતુના બનેલા છરા હોય છે.
અનેક ડૉક્ટર અને નર્સો છુપાઈને દેખાવકારોની સારવાર કરે છે. તેઓ કહે છે કે પુરુષો અને મહિલાઓના ઘામાં મોટું અંતર જણાય છે. પુરુષોની આંખો અને હાથ પગ ઉપરાંત પીઠ પર ઘા છે. જ્યારે તેનાથી વિપરીત મહિલાઓના ચહેરા અને નાજુક અંગો પર ઘા દેખાય છે. ઈસ્ફહાન પ્રાંતના એક ડૉક્ટરે કહ્યું કે મહિલાઓના ચહેરા પર છરા એટલા માટે ઝીંકાઈ રહ્યા છે જેથી તેમની સુંદરતાનો અંત લાવી શકાય. મેં એક 20 વર્ષની છોકરીની સારવાર કરી.
તેનાં અંગો પર પેલેટગનથી આશરે 12 પેલેટ ઝીંકાયા. તેમાંથી બે મોટા ઘા કરી ગયા અને યુવતીમાં વઝાઈનલ ઈન્ફેક્શનનો ખતરો વધી ગયો. સ્થિતિ એવી છે કે અનેક મહિલાઓને તો હોસ્પિટલ જતા પણ શરમ મહેસૂસ થાય છે જેના લીધે તે ઘરે જ સારવાર કરી રહી છે. બંદર અબ્બાસ શહેરના એક વિદ્યાર્થીને આંખ પર પેલેટથી હુમલો કરાયો.