સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી તારીખ 8 એ 9 ઓક્ટોબર દરમિયાન જુદા જુદા વિષયની પીએચ.ડીની એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. યુનિવર્સિટીમાં તમામ વિષયની કુલ 124 જગ્યા માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મગાવવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં 25 વિષયમાં 124 જગ્યા સામે 1100થી વધુ ફોર્મ ભરાયા છે.
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષા જે વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં પાસ કરી છે તેની વેલિડિટી લાઈફટાઈમ ગણવી. આવા વિદ્યાર્થીઓમાંથી વર્ષ 2022-23માં પીએચ.ડીમાં પ્રવેશ મેળવવા માગતા હોય તો તેમણે ચાલુ વર્ષે યોજાનાર પીએચ.ડીની મેરિટ પરીક્ષા ફરજિયાત પણે આપવી પડશે.
યુનિવર્સિટી દ્વારા આગામી 8 અને 9 ઓક્ટોબર દરમિયાન યોજાનાર પીએચ.ડીની એન્ટ્રન્સ ટેસ્ટ માટે સૌથી વધુ કોમર્સમાં 20 જગ્યા સામે 225 ફોર્મ ભરાયા છે જ્યારે અંગ્રેજીમાં 7 જગ્યા સામે 95 ફોર્મ, કેમિસ્ટ્રીમાં 7 જગ્યા માટે 83, ગુજરાતીમાં 6 સીટ માટે 61 ફોર્મ, માઈક્રોબાયોલોજીમાં 9 સીટ સામે 56 ફોર્મ, સોશિયલ વર્કમાં 2 સીટ સામે 51 ફોર્મ સહિત જુદા જુદા 25 વિષયમાં પીએચ.ડી કરવા માટે અત્યાર સુધીમાં 1100થી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જેની એન્ટ્રન્સ ટેસ્ટ આગામી સમયમાં લેવાશે.