19મી એશિયન ગેમ્સના 8માં દિવસે ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. રવિવારે ભારતીય ખેલાડીઓએ 3 ગોલ્ડ સહિત કુલ 15 મેડલ જીત્યા હતા. આ મેડલ્સની મદદથી ભારતની કુલ મેડલ 13 ગોલ્ડ સહિત 53 મેડલ પર પહોંચી ગઈ છે.
ભારતે ચીનના હાંગઝોઉમાં મેન્સ ટ્રેપ, 3000 મીટર સ્ટેપલ ચેઝ અને શોટ પુટ ઈવેન્ટ્સમાં ગોલ્ડ જીત્યો હતો. શૂટર્સ પછી, યુવા એથ્લેટ અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેસ ઈવેન્ટમાં ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો. તેણે ઈરાનના હોસેની (8 મિનિટ 22.79 સેકન્ડ)નો રેકોર્ડ તોડ્યો. આ પછી તજિન્દર પાલ સિંહ તૂરે આ ગેમ્સનો શોટ પુટમાં ગોલ્ડ જીત્યો. તે તેના છેલ્લા પ્રયાસમાં નંબર-1 પોઝિશન પર આવ્યો હતો.
સીમા પુનિયાએ વિમેન્સ ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો, મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પમાં સિલ્વર જીત્યો હતો, હર્મિલન બેન્સે મહિલાઓની 1500 મીટર ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો, અજય કુમારે મેન્સ 1500 મીટર ઈવેન્ટમાં સિલ્વર અને જિનસન જોન્સને બ્રોન્ઝ જીત્યો હતો. જ્યોતિએ મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
પુરુષોની ફાઈનલ ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમે ચીનમાં ભારતને 5 મેચમાં 2-3થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.
બોક્સિંગમાં, નિખત ઝરીને મહિલાઓની 50 કિગ્રામાં બ્રોન્ઝ જીત્યો.
અહીં ભારત અને ચીન વચ્ચે બેડમિન્ટન મેન્સ ટીમ ઈવેન્ટમાં ચીને ગોલ્ડ જીત્યો હતો. ભારત 2-3થી હારી ગયું.