અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ એક વર્ષમાં 95% વધીને રૂ. 11.62 લાખ કરોડ થઈ છે. અદાણી પરિવારે છેલ્લા એક વર્ષમાં તેની કુલ સંપત્તિમાં રૂ. 5,65,503 કરોડનો વધારો કર્યો છે.
અદાણી પરિવાર અંબાણી પરિવારને પછાડી દેશનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે. અંબાણી પરિવારની સંપત્તિ 10.15 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષમાં 25 ટકાનો વધારો થયો છે.
'હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024' અનુસાર, 'હિંડનબર્ગના આરોપો છતાં ગૌતમ અદાણી અને પરિવારે ગયા વર્ષની સરખામણીમાં સંપત્તિમાં 95% વૃદ્ધિ હાંસલ કરી છે.'
HCLના માલિક શિવ નાદર અને પરિવારની કિંમત 3.14 લાખ કરોડ રૂપિયા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક સાયરસ એસ. પૂનાવાલા અને પરિવાર 2.90 લાખ કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાને છે.