Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વ્યાજદરમાં વધારો થતાં લોકો બૅન્ક એફડી (ફિક્સ્ડ ડિપૉઝિટ) તરફ વળ્યા છે. એપ્રિલ, 2023થી શરૂ થનારા નાણાકીય વર્ષ 2023-24ના શરૂઆતના 9 મહિનામાં કુલ બૅન્ક ડિપૉઝિટમાં જેટલો વધારો થયો છે, તેમાં એફડીની હિસ્સેદારી 97.6% રહી હતી. દરમિયાન કુલ બૅન્ક ડિપૉઝિટમાં એફડીની હિસ્સેદારી 3.1% વધીને 60.3% થઈ છે, જે માર્ચ, 2023માં 57.2% હતી.


રિઝર્વ બૅન્કના અહેવાલ પ્રમાણે એપ્રિલ-ડિસેમ્બર, 2023 દરમિયાન કુલ બૅન્ક ડિપૉઝિટમાં 61.4% હિસ્સેદારી 7%થી વધુ વ્યાજદર ધરાવતી એફડીની છે. માર્ચ, 2023માં એ 33.7% અને એક ત્રિમાસિક પહેલાં એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર, 2023માં 54.7% હતી. આ રીતે એપ્રિલ-ડિસેમ્બર, 2023 વચ્ચે એ 27.7% અને એક ત્રિમાસિક પહેલાં કરતાં 6.7%નો વધારો થયો છે.

1 કરોડથી ઓછી એફડી 66% વધી
ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન કુલ ડિપૉઝિટમાં જેટલો વધારો થયો, તેમાં લગભગ બે તૃતીયાંશ હિસ્સેદારી 1 લાખથી માંડીને 1 કરોડથી ઓછી રકમવાળી એફડીની છે. જુલાઈ-સપ્ટેમ્બર, 2023માં એ હિસ્સેદારી 46.5% હતી. એટલે કે 1 કરોડથી ઓછી એફડીની સંખ્યામાં પણ વધારો થયો છે.

એફડીમાં મહિલાઓની હિસ્સેદારી 36%
બૅન્ક ડિપૉઝિટ વધારવામાં મહિલાઓએ મોટું યોગદાન આપ્યું છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન કાસા (કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ), એફડી અને કુલ ડિપૉઝિટમાં મહિલાઓની હિસ્સેદારી સપ્ટેમ્બર, 2023માં 20.2%થી વધીને ડિસેમ્બરમાં 20.6% થઈ છે. ડિસેમ્બર, 2023માં વરિષ્ઠ નાગરિકો પાસે કુલ ડિપૉઝિટનો 20.1% હિસ્સો હતો.