Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ આજથી ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં સવારે 9:30 કલાકે રમાશે. ભારત 4 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે ટીમ ઈન્ડિયા સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી જશે. જ્યારે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને ભારતમાં 19 વર્ષમાં બીજી જીત મેળવવા તત્પર રહેશે. સાથે જ જો આ મેચ જીત્યા, તો ભારત WTC ફાઈનલની રેસમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.


ભારત પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સ પારિવારિક કારણોસર ઓસ્ટ્રેલિયા પાછા ફર્યા છે. તેમના સ્થાને વાઇસ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળશે. આગળ સ્ટોરીમાં આપણે બંને ટીમના હેડ-ટુ-હેડ રેકોર્ડ, પિચ રિપોર્ટ, વેધર કન્ડીશન અને સિરીઝના ટોપ પરફોર્મર વિશે જાણીશું.

કમિન્સના સ્થાને સ્મિથ કેપ્ટનશિપ કરશે
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પારિવારિક કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે. તે ત્રીજી ટેસ્ટ નહીં રમે. તેમના સ્થાને વાઇસ કેપ્ટન સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળશે. ટીમ મેનેજમેન્ટ કમિન્સના સ્થાને મિચેલ સ્ટાર્કને ટીમમાં સામેલ કરી શકે છે. ભારતમાં સ્ટાર્કનો બોલિંગ રેકોર્ડ કાંઈ ખાસ નથી, પરંતુ તેમણે અહીં 4 ટેસ્ટમાં 263 રન બનાવ્યા છે. બોલિંગમાં તેમને આ 4 ટેસ્ટમાં માત્ર 7 વિકેટ મળી હતી.