Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સેબી નવા આઇપીઓ લાવવા માટેના નિયમોમાં મોટા ફેરફારો લાવી રહી છે. આઇપીઓ લાવવા માટે ના ક્લીઅરન્સ ના સમયમાં 70 દિવસના બદલે 7 દિવસમાં ક્લીઅરન્સ મળશે. નવા નિયમો માર્ચ 2023 સુધીમાં અમલમાં આવશે. સેબી ચીફ દ્વારા આ વાતની જાણ ઇનબેસ્ટમેન્ટ બેન્કર્સ ને મુંબઈમાં એક સમારોહ માં જણાવવામાં આવી છે. ક્લીઅરન્સ માટેના સમયના ઘટાડાની જાણ સેબી દ્વારા ઇનીસ્ટમેન્ટ બેન્કર્સ ને કરવામાં આવી છે. 2021 ના કેલેન્ડર વર્ષ કરતા 2022 માં ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકામ માં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

પરંતુ નાના કદની કંપની ઓ નું પ્રાયમરી માર્કેટમાં પ્રભુત્વ વધતા સંખ્યા ની દ્રષ્ટીએ કંપનીઓ લિસ્ટ વધારે થય છે. પણ ipo દ્વારા એકઠી કરવામાં આવેલી રકમમા ૬0% જેટલો ઘટાડો 2022 માં જોવા મળ્યો છે. આમાં પણ lic જેવા એક બે ipo ને બાદ કરીએ તો 2022 માં મોટી રકમના કોઈપણ ipo બજારમાં જોવા મળ્યા નથી.

ભારતીય શેરબાજરોમાં પેમેન્ટ ના સેટલમેન્ટ માં પણ ધરખમ ફેરફારો આવી રહ્યા છે. થોડાજ સમયમાં સંપૂર્ણપણે t+1 સેટલમેન્ટ પ્રથા અમલમાં આવી જશે આંશિક રીતે તો અત્યારે t+1 સેટલમેન્ટ પ્રકિયા ચાલી જ રહી છે. પરંતુ થોડા મહિનામાજ્ શેરબાજરમાં સંપૂર્ણપણે t+1 સેટલમેન્ટ પ્રથા આવી જશે અનાથી રોકાણકારોને વેંચેલા શેરોના નાણા ઝડપથી મળી જશે અને બજારમાં ટર્નઓવર માં પણ ધરખમ વધારો જોવા મળશે.