ભારતની વધુ એક છોકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવા જઈ રહી છે. યુવતીનું નામ પૂજા બોમન છે અને તે ન્યૂયોર્કમાં રહે છે. પૂજાએ તાજેતરમાં જ પાકિસ્તાની સ્પિનર રઝા હસન સાથે સગાઈ કરી છે. બંને આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના છે.
32 વર્ષીય રઝા હસને એક ઇન્સ્ટા પોસ્ટમાં પૂજા સાથે તેની સગાઈની જાહેરાત કરી હતી. ફોટોમાં, પૂજા હાસન સાથે તેની સગાઈની વીંટી બતાવતી જોવા મળે છે. બંનેએ દરિયા કિનારે ફોટોશૂટ કરાવ્યું હતું. રઝાએ લાલ રંગનો કુર્તો પહેર્યો છે, જ્યારે પૂજા વાઈન કલરના સૂટમાં જોવા મળી રહી છે. રઝાની આંખો પર સનગ્લાસ છે. બંનેના ચહેરા પર સ્મિત છે. રઝા તેની મંગેતર પૂજાનો હાથ પકડીને રોમેન્ટિક અંદાજમાં ઉભો છે.
રઝા હસને પોસ્ટમાં લખ્યું, 'મને એ જાહેરાત કરતાં ખુશી થાય છે કે મેં સગાઈ કરી લીધી છે. મેં મારા પ્રેમને મારું આખું જીવન સાથે વિતાવવા કહ્યું અને તેણી સંમત થઈ. અમે અમારી નવી સફર માટે ઉત્સાહિત છીએ.'