સિધ્ધપુર જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવતા વેપારીનું બળજબરી પૂર્વક અપરણ કરી આબુરોડ ખાતે લઈ જઈ નાણાંકીય લેવડ દેવડ મામલે મૂઢ માર મારી હુમલો કરતા ગંભીર ઘાયલ થતાં તેઓને આબુરોડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાંથી બેભાન અવસ્થામાં સિદ્ધપુર લાવી સારવાર હાથ ધરવામાં આવી છે. તેઓ હજુ ભાનમાં આવ્યા નથી. પરંતુ મુંબઈના વ્યક્તિના રૂપિયા અઢી લાખ માટે મુંબઈના ચાર ઇસમો દ્વારા તેમને ફેક્ટરી પરથી ઉઠાવી આબુરોડના ફાર્મ હાઉસમાં લઈ જઈ મારઝૂડ કરાયાની ફરિયાદ દાખલ થતા સિદ્ધપુર પોલીસે હુમલાખોરોની તપાસ હાથ ધરી હતી.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખાનગી નોકરી કરતા વિશ્વ નિખિલભાઈ જોષીના પિતાની સિધ્ધપુર જીઆઇડીસી ખાતે ક્રિસ્ટલ પ્લાસ્ટિક ફેક્ટરી આવેલી છે. રવિવારે સાંજે નિખિલભાઇ નો ફોન તેમના દીકરા વિશ્વને આવતા તેમણે રોમીલ પટેલ તથા તેના માણસો લક્ષ્મણ અને દિનેશ ફેક્ટરીએથી તેઓની ગાડીમાં બળજબરી પૂર્વક બેસાડી આબુરોડ રાજસ્થાન ખાતે એક ફાર્મ હાઉસ ખાતે લાવેલ છે અને દિપેન પટેલ રહે, મુંબઈવાળાના રૂ. અઢી લાખ હાલને હાલ લઇને આબુરોડ ખાતે આવવા કહ્યું હતું.
વેપારીનું બળજબરી પૂર્વક અપરણ
આ લોકો મને મારી નાખે તેમ છે. જેથી તું પૈસાની વ્યવસ્થા કરી આબુરોડ ખાતે આવવા જણાવ્યા પછી રોમીલ પટેલના ફોન આવવા ચાલુ થયેલ અને તેણે તારા પપ્પાને જીવતા જોઈતા હોય તો દિપેનભાઈના અઢી લાખ રૂપિયા આપીદે નહિતર જાનથી મારી નાખીશું તેવું જણાવતાં વિશ્વ બહેન તથા ફોઈના દીકરા પૂર્વેશ પ્રદીપભાઈ જોષી રહે, અમદાવાદ તથા મોટા બનેવી રાજેન્દ્રકુમાર જોષી રહે, પાલનપુર હનુમાન ટેકરી સાથે સિધ્ધપુર ખાતે ફેક્ટરીએ ગયેલ. નિખિલ જોષી ન હોય આબુરોડ ગયેલ તે દરમ્યાન આશરે રાત્રિના બારેક વાગે આબુરોડ ગ્લોબલ હોસ્પિટલ ખાતેથી તમારા પપ્પાને અહીં દવાખાને દાખલ કરેલ છે. તેવો ફોન આવતાં ત્યાં પહોચતા તેના પિતા ટ્રોમા સેન્ટરમાં દાખલ હતા. અને તેના આખા શરીરે ઢોર મારની ઇજાઓ હતી. બેભાન હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ લાવી સારવાર ચાલુ કરી હતી.