પોરબંદરમાં મહેર સમાજની આશરે 5 હજાર મહિલાઓેએ પરંપરાગત શૈલીમાં મણિયારો રાસ લીધો હતો. બહેનો અંદાજે 2500 કરોડની કિંમતના સોનાના દાગીના પહેરીને રાસ રમ્યા હતાં. બહેનોએ દાગીનામાં સોનાના ઝુમકા, કાઠલી, હાર, કાનમાં પહેરવાના વેઢલા હાથમાં પહેરવાની છૂળ સહિત દરેક બહેને અંદાજિત 100 તોલા જેટલું સોનુ પહેર્યું હતું.