Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

માત્ર ચીનમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કોરોનાના 5.37 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 1396 લોકોએ જીવ ગુમાવ્યા છે.છેલ્લા 24 કલાકમાં જાપાનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એટલું જ નહીં અમેરિકામાં પણ 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ ચીનમાં કોરોનાના કારણે હાહાકાર મચ્યો છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કારોનાને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.


છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કેટલા કેસ મળ્યા?
કોરોનાના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા worldometerના અનુસાર છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 5.37 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 1396 લોકોના મોત થયા છે. કોરોનાને કારણે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 659497698 કેસ મળી આવ્યા છે. જ્યારે 20 કરોડ એક્ટિવ કેસ છે.

ચીન બાદ જાપાન-ફ્રાન્સમાં કોરોનાના કેસમાં વધારો; WHOએ કહ્યું- મહામારીના અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળભર્યું રહેશે
ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બગડી રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ પણ ઓછા પડી રહ્યા છે. હવે જાપાન, દક્ષિણ કોરિયા અને ફ્રાન્સમાં કોરોનાનું જોખમ વધી રહ્યું છે. Worldometers.infoના ડેટા અનુસાર, આ દેશોમાં દર્દીઓની સંખ્યા જાપાનમાં 10 લાખ 65 હજાર, દક્ષિણ કોરિયામાં 4 લાખ 61 હજાર અને ફ્રાન્સમાં 3 લાખ 58 હજાર છે.

આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) કહે છે કે કોરોનાના વૈશ્વિક અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળભર્યું હશે. એટલે કે કોરોના હજુ પણ ગ્લોબલ ઈમરજન્સી બની રહેશે.ચીનમાં લોકડાઉન હટાવ્યા બાદ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને WHOએ આ વાત કહી છે.

વિશ્વભરમાં કોરોના મામલે અપડેટ્સ

જર્મનીએ બુધવારે બર્લિનથી બાયોએનટેક કોવિડ વેક્સિનની પ્રથમ બેચ ચીનને મોકલી છે. આ વેક્સિન સૌથી પહેલા ચીનમાં રહેતા 20,000 જર્મન ઈમિગ્રન્ટ્સને આપવામાં આવશે.