રાજકોટ શહેરથી શરૂ કરી સુરેન્દ્રનગર સુધી વરસાદની ભારે ઘટ વર્તાઈ રહી છે. હજુ સુધી કોઇ સિસ્ટમ એવી સક્રિય થઈ નથી કે જે સારો વરસાદ આપી શકે. 15મી ઓગસ્ટ બાદ વરસાદના એંધાણ નિષ્ણાતોએ વ્યક્ત કર્યા હતા. જોકે વરસાદના એંધાણને બદલે આકરો તડકો અને બફારો શરૂ થયો છે તેમજ આકાશમાં પણ છૂટા છવાયા વાદળો જોવા મળી રહ્યા છે. સોમવારે મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધારે છે તેમજ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. બીજી તરફ ન્યુનતમ તાપમાનમાં વધારે ફરક દેખાઈ આવ્યો નથી તે 25 ડિગ્રી સેલ્સિયસ છે જે સામાન્ય કરતા માત્ર 1 ડિગ્રી સેલ્સિયસ જ વધારે છે.