ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં વૈશ્વિક સ્તરે કોન્ટેક્ટ-કોન્ટેકલેસ બાયોમેટ્રિક સાધનોનું માર્કેટ ઝડપભેર વધી રહ્યું છે. વૈશ્વિક સ્તરે તેના મેન્યુફેક્ચરિંગમાં ભારત ઝડપભેર આગળ વધી રહ્યું છે તેવો નિર્દેશ IDEMIAના APAC & INDIAના વાઈસ પ્રેસિડેન્ટ કોર્પોરેટ આઈડી પીયુષ જૈને દર્શાવ્યો હતો.
દેશમાં અત્યારે કોન્ટેક્ટ અને કોન્ટેક્ટલેસ ફિંગરપ્રિન્ટ, પ્રિન્ટ અને ફેશિયલ રેકગ્નિશન રીડર્સ સહિતના સોલ્યૂશન્સ વિશ્વભરના એરપોર્ટ, કોર્પોરેટ ઓફિસ, મેન્યૂ. સેટ અપ, વેરહાઉસ, ઓઈલ અને ગેસ પ્લાન્ટ, હોસ્પિટાલિટી સહિત અનેક જગ્યાએ લગાવવામાં આવી રહ્યાં છે.
હાઇ ટેક્નોલોજી અને કોન્ટેક્ટલેસ ઉપકરણો અત્યારે આયાત થઇ રહ્યાં છે પરંતુ આગામી સમયમાં દેશમાં તેનું મેન્યુફેકચર થવા લાગશે. તેના પાર્ટસની ઉપલબ્ધ દેશમાં વધી રહી છે અને અમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ વધુ ને વધુ ખર્ચ કરી ઇન્ડસ્ટ્રીઝને વેગ આપી રહ્યાં છીએ.
ઓગમેન્ટેડ આઈડેન્ટિટીમાં વૈશ્વિક લીડર IDEMIAએ ગુજરાતમાં તેની ભાગીદારમાં કોન્ટેક્ટ અને કોન્ટેકલેસ બાયોમેટ્રિક ઉપકરણો, વિશ્લેષણાત્મક ઉકેલો અને ડેસ્કટોપ સેન્સરની શ્રેણીની રજૂઆત કરી હતી. ડેટા તેમજ એક્સેસ માટે ઉચ્ચ સ્તરીય સુરક્ષા સુનિશ્ચિત કરાઇ છે.